Main Menu

વાહ ! શું મેનેજમેન્ટ છે, મારા પ્રભુનું….


સમજ અને સંયમ જેનામાં બીજા કરતા અધિક છે તે છે ઃ સ્થનવિર ! આગમ ગ્રંથોમાં તેમજ વિવિધ ગ્રંથોમાં સાધુ ભગવંતોના અલગ અલગ નામો આવે છે.
શ્રમણ, સાધુ, મુનિવર, જ્ઞાનપુરુષ, ક્ષમાશ્રમણ, સાધક, સ્થવિર, મુનિરાજ, ઉપાધ્યાય, પંન્યાસ, આચાર્ય, સંયમી.
જેમની પાસે જ્ઞાન વધારે છે, જેમની પાસે સંયમનો પર્યાય વધારે છે, તેમની સ્થનવિર કહેવાય.
તજી પરપરિણતિ રમણતા. લહે નિજ ભાવ સ્વરૂપ,
Âસ્થર કરતા ભવિ લોકને, જય જય સ્થવિર અનૂપ.
વીસ્થાનકમાં પાંચમું પદ ‘સ્થવિર’ છે. તેની આરાધના કરતા યાવત્‌ તીર્થંકર પદની પ્રાપ્તિ કહી છે. આ પદની આરાધના કરતા પદ્મોત્તર રાજા તીર્થંકર પદ પામ્યા ત્યાં સુધી આગમોમાં જણાવ્યું છે.
સત્યની સમજ એ જ્ઞાન છે. સત્યનું અમલીકરણ એ ચારિત્ર છે અને આત્માની અંદરની રહેલ જીવદયાનું જાગવું તે શુભસંસ્કાર જાગરણ છે. જાગેલી જીવદયાને અમલમાં મૂકવી તે સંયમ છે.
કીડીમાં જીવ છે તે જાણવું અને તે પછી આત્મામાં રહેલી જીવદયાને જગાડે તેનું નામ શુભ સંસ્કાર. પછી જે જીવદયાનો જાગ્યો અને હુ કીડીને જરા પણ તકલીફ ન થાય, વેદના ન થાય તેવું વર્તન કરું તે સંયમ.
સંયમ એટલે સાધુજીવન (સર્વ વિરતિધર્મ) દેશ વિરતી, સામાયિક, પૌષધ વિગેરે પર વિરતિના જ પ્રકારો છે. પણ એક અર્થ એ પણ થાય પળે પળની જાગૃત્તિ તેનું નામ સંયમ.
સંયમીઓ માટે વપરાતો એક શબ્દ ‘સ્થવિર’ શું છે ? સ્થવિર આજે દેખાતા નથી.
કાંઈ કારણ ? અમે તો પર્યુષણમાં સ્થવિરાવલી સાંભળીએ છીએ પણ સ્થવિરો છે ક્યાં ???
પહેલા, સ્થવિર કોને કહેવાય ? એ સમજી લઈએ તો મનની બધી શંકાઓનું નિરાકરણ થઈ જશે.
સ્થવિર એટલે સમજ, જ્ઞાન અને ચરિત્ર. જેમની ઉંમર વધારે હોય, જેમની પાસે જ્ઞાન-સમજણ વધારે હોય, જેમની પાસે સંયમનો પર્યાય વધારે હોય તે સ્થવિર.
સ્થવિર ત્રણ પ્રકારે છે ઃ (૧) વય સ્થવિર (૨) પર્યાય સ્થવિર (૩) શ્રૃત સ્થવિર. પણ આપણે પર્યાય સ્થવિર પર નજર નાંખીએ.
કલ્પસૂત્રમાં આપણે સ્થવિરાવલી સાંભળીએ છીએ. સ્થવિરાવલી એટલે પાટપરંપરા. પાટપરંપરા એટલે લોકભાષામાં વંશવેલો, વંશવેલામાં દાદા, પિતા, પુત્ર, તેમનો પુત્ર એ ક્રમ ચાલે. જ્યારે પાટપરંપરામાં ગુરુ, શિષ્ય, તેમનો શિષ્ય વળી તેમનો શિષ્ય, આ ક્રમ હોય.
સાધુ માટે વપરાતો શબ્દ સ્થવિર, તે બીજું કાંઈ નહીં. તે એક પ્રકારે ક્રમ છે. આ ક્રમ છે ઃ વ્યવસ્થા માટે.
જેમ જેમ વ્યવસ્થા સેટ થતી જાય, તેમ તેમ વ્યÂક્ત પોતાના આંતરિક વિકાસ માટે લક્ષ્મ આપી શકે. સમૂહમાં રહેવાનું હોય અને સમૂહમાં કોઈ ક્રમ ન હોય તો વ્યવસ્થા ન ગોઠવાય. (અવ્યવસ્થા ઉત્પન્ન થાય) જા વ્યવસ્થાન હોય તો વિકલ્પો વધી જાય.
જા વિકલ્પો વધી જાય તો અશાંતિ વધે, માટે ભગવાન મહાવીરે સ્થવિર ક્રમનું મહ¥વ બતાવ્યું છે.
ગૃહસ્થોના જીવનમાં જન્મ તારીખથી નાના-મોટા ગણાય. સાધુઓના જીવનમાં સંયમ પ્રાપ્તિ બાદ વડીદીક્ષાથી નાના-મોટાનો વ્યવહાર થાય.
ભગવાન મહાવીસ્વામીની પાસે ગૌતમસ્વામીએ દીક્ષા ગ્રહણ કરી. અને ગૌતમસ્વામીની પાછળ બીજા ૫૦૦ શિષ્યોએ દીક્ષા ગ્રહણ કરી. એક જ દિવસે એક જ સાથે દીક્ષા લીધી. તો ક્રમ કેવી રીતે રહેશે ?
એનો જવાબ એ છે કે દીક્ષા સમયે પહેલો ગુરુવાસક્ષેપ જેના મસ્તકે નંખાય તે મોટો. પછી નંખાય તે નાનો. અહીં બીજા પ્રશ્ન થાય કે ગુરુ દીક્ષા સમયે વાસનિક્ષેપ કોને પહેલા કરે ? તેનો સામાન્ય જવાબ એ છે કે સાથે દીક્ષા લેનારાઓમાં ઉંમરમાં જે મોટો હોય તેને ગુરુ વાક્ષસેપ પહેલા કરે. જા કે આમાં ઉત્સર્ગ-અપવાદ ઘણાં છે. તે ગુરુગમથી સમજવા પડે.
કોઈના મનમાં કોઈ વિકલ્પ કે વિચાર ન આવે, માટે ભગવાન સ્થવિર ક્રમની વ્યવસ્થા બનાવી દીધી. બધાએ ક્રમમાં આવવાનું, ક્રમમાં બેસવાનું.
વિકલ્પ જ ન રહે ! વિકલ્પ ન રહે એટલે રાગદ્વેષ ન થાય. તો અશાંત થવાનું કોઈ કારણ જ ન રહે. સ્થવિર પ્રમાણે ગોઠવણ થઈ ગઈ.
સ્થવિર ક્રમ એ વ્યવસ્થાનો એક ભાગ છે.
સ્થવિર ક્રમ કારણે બધા ફાયદા થાય છે. આ ક્રમના કારણે પ્રતિરૂપતાનો જન્મ થાય છે. લઘુતા અને નમ્રતા જન્મે છે. સરખે સરખા હોવાને કારણે સંભવિત સમસ્યા સર્જાતી નથી. સરખે સરખા હોય, ત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે સંભળાવવાવાળા વધારે અને સાંભળવાવાળા ઓછા હોય; જેના કારણે પ્રોબ્લેમ્સ ઉભા થાય. કોઈ કોઈનું સાંભળે નહીં અને બધા એક બીજાને સંભળાવે.
સ્થવિરનો ક્રમ નિર્વિકલ્પતા માટે હોય છે, જેમ જેમ વિકલ્પો ઘટે તેમ તેમ સમાધિ વધે છે.
રત્નાધિકનો ક્રમ નિયમબદ્ધતા પ્રગટાવે છે. જ્યાં સુધી સ્થવિરનો અનુભવ ન થાય ત્યાં સુધી વાત્સલ્ય પ્રગટે નહીં. સ્થવિરને જ્યારે (ફીલ) અનુભવ થાય
આભાર – નિહારીકા રવિયા કે પોતે વડીલ છે અને બીજા તેનાથી નાના છે, ત્યારે વડીલ ઉચિત વાત્સલ્ય વરસાવી શક, નાનાઓની સંભાળ લઈ શકે અને યશાસમયે યોગ્ય નિર્દેશ શકે.
સ્થવિરમાં જા નિર્દેશ કરવાની ક્ષમતા કે કુશળતા ન હોય તો સમુદાયમાં સંપ અને એકતા રહેતા નથી.
ગુરુ હંમેશા આદેશ આપે અને સ્થવિર નિર્દેશ કરે. આદેશ એટલે ‘ઓર્ડર’ નહીં પણ ‘આમ નહીં કરતાં, આ યોગ્ય નથ લાગતું.’ આ નિર્દેશ કહેવાય. સ્થવિર નિર્દેશ આપે છે. સ્થવિરના વાત્સલ્યમાં પણ સંતુલન હોય.
જેમ ગુલાબના છોડને એક ગ્લાસ પાણી જાઈએ. આંબાને અર્ધોગ્લાસ જાઈએ અને બાવળને જરુર ન હોય, તેમ અમુકને વધારે વાત્સલ્યની જરુર હોય. અમુકને થોડાની જ જરુર હોય, ત્યારે કોઈક એવા પણ હોય જેને વાત્સલ્યની જરૂર જ ન હોય.
એનો અર્થ એ નથી કે સ્થવિરને કોઈના પ્રત્યે વધારે પ્રમે છે, તો કોઈ પ્રત્યે ઓછો ! સહુ સહુના સ્થાને છે, ગુલાબને વધારે પાણી પાવાથી એના મૂળ સડી જાય, એમ કોઈને વધારે વાત્સલ્ય મળે તો જિદ્દી બની જાય.
સ્થવિરનો ક્રમ ગોઠવાયેલો હોય તો સાંભળવાની અને સંભળાવવાની સમસ્યાનો અંત આવી જાય. નાનાને ખબર જ હોય કે મારે સ્થવિરન વાત સાંભળવાની જ છે અને નાના જ્યારે વડીલની વાત સાંભળે, ત્યારે વડીલને પણ નાનાની વાત સંભાળ રાખવાનું મન થઈ જ જાય.
જે સમુદાયમાં સ્થવિરનો ક્રમ ગોઠવાયેલો છે, એ સમુદાયમાં શાંતિ, સમાધિ અને પ્રસન્નતા હોય છે. સ્થવિરનો ક્રમ એ જિનશાસનની વ્યવસ્થા છે. સ્થવિરનો ક્રમ એ તીર્થંકરની આજ્ઞા છે.
તેની ઉપેક્ષા કરવી એટલે તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, એની ઉપેક્ષા કરવી એ તો સર્વજ્ઞનો અનાદર કરવા બરાબર છે.
જિનશાસનમાં રહેલી વ્યÂક્ત ક્યારેય પોતાનાથી મોટા-વડિલી મોટા થવાનો પ્રયત્ન ન જ કરે. (જા કરે તો તે પ્રભુનો વિરોધી ગણાય. એ સાધુ હોય કે આચાર્ય, પણ તે મિથ્યાત્વી જ કહેવાય.)
સ્થવિરનો ક્રમ એ સાધુજીવનમાં જીવનપર્યંત Âસ્થર થવાની માસ્ટર કી છે. સમુદાયને શ્રેષ્ઠ બનાવવાની જડીબુટ્ટી છે અને પરમાત્માએ બતાવેલી સુંદર વ્યવસ્થા છે…કેમ કે સ્થવિર તે શાસનની બહુ મુલ્યવાન સંપત્તિ છે…