Main Menu

પાલીતાણામાં જૈનાચાર્ય આચાર્ય શ્રી વિજય મહાપદ્મસૂરિનું આગમન


પાલીતાણા ઃ શ્રી શત્રુંજય તીર્થની ગોદમાં ગયા વર્ષે મેવાડ યાત્રિક ધર્મશાળામાં યાદગાર ચાતુર્માસ તથા ૯૯ યાત્રા આદિ ધર્માનુષ્ઠાન પૂર્ણ કરી. પૂ.યુગદિવાકર આ.શ્રી. વિજય ધર્મસૂરિજી મ.સા.ના સમુદાયના પૂ.આચાર્ય શ્રી વિજય મહાપદ્મસૂરીશ્વરજી મ.સા., પૂ.આચાર્ય શ્રી વિજય પદ્મરત્નસૂરીશ્વરજી મ.સા., પૂ.આચાર્યશ્રી વિજય મહાપદ્મસૂરીશ્વરજી મ.સા., પૂ.આચાર્ય શ્રી વિજય પદ્મજયસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ૧૦ પાલીતાણાથી વિહાર ડેમ-તળાજા-મહુવા-ઉના- અજાહરા – પ્રભાસ પાટણ – વેરાવળ – માંગરોલ – ગીરનાર મહાતીર્થ આદિ તીર્થોની યાત્રા કરી પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં પધાર્યા છે. પૂજ્યશ્રી આદિ તા.૨૧-૦૨-૨૦૧૭ સુધી રોકાશે. ત્યારબાદ વડોદરા તરફ વિહાર કરશે.