Main Menu

ધ્યેય વિનાનું જીવન સકળ કષ્ઠનું કારણ બને છે


‘લક્ષ્ય’ એક શબ્દ પણ જાણે પુરાં જીવનનો આધાર સમાય જાય છે. ધ્યેય વિનાનું જીવન એ એક એવા મુસાફરની સફર જેવું છે જે ચાલે છે તો ખરા, રસ્તો પણ પસાર થાય છે પરંતુ તેને ખ્યાલ જ નથી કે તેને ક્યાં જવાનું છે. એવી જ રીતે અનંત ફેરા ફરી જન્મો લઈ આ પૃથ્વી પર ઈશ્વરે આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે જા આ મુલ્યવાન જીવનનો અર્થ અને જીવન શા માટે મળ્યું ે તે જ ન સમજી શકીએ તો આ ભવનો મૂલ્યવાન ફેરો નિષ્ફળ જશે. જિંદગી એ ઈશ્વરની અમુલ્ય ભેટ છે. જે ટુકડાઓમાં વહેચાયેલી છે. આપણે દરેકે આ બધા જ ટુકડાઓને જાડી તેને સરસ રીતે શણગારી ઈશ્વરને પરત આપવાની છે. એ ભેટ ને વધુમાં વધુ કિંમતી બનાવવાની છે.
એકવાર મૃત્યુ પછી માણસ ઉપર જઈને ભગવાનને મળે છે ત્યારે તેને પુછે છે કે હે ઈશ્વર, ધરતી પર કેટલા બધા પાપ થાય છે, કેટલા બધા લોકો દુઃખી છે, બધાને કેટલી બધી સમસ્યાઓ, વિપદાઓ છે, તો તમે કેમ કંઈ કરતા નથી. ધરતી પર કોઈ ફરિસ્તાને મોકલીને બધાના દુઃખો દુર કેમ નથી કરતા ? તમે સમસ્યાઓના ઉકેલ માટે કેમ કોઈને હજી સુધી નથી મોકલ્યા ? ભગવાન શાંતીથી સાંભળી જવાબ આપે છે મે તને તો મોકલ્યો હતો ધરતી પર તે કેમ કંઈ ન કર્યું ? તે કેમ કોઈની સમસ્યાઓ દુર ન કરી ? ત્યારે પેલા મનુષ્યને સત્ય સમજાય છે કે ફરિસ્તા એ કોઈ બીજા નથી આપણે પોતે જ છએ. આપણે જ આપણા ફરિસ્તા બની બીજાને સહાય કરવાની છે. ઈશ્વર આપણને ધરતી પર ફક્ત પોતાના માટે જ જીવવા નથી મોકલ્યા. બીજાને મદદ કરવા તથા બીજાના દુઃખમાં સહાય કરવા પણ મોકલ્યા છે.
જીવનનું અંતિમ લક્ષ્ય પરમાત્મા છે અને તેના સુધી પહોંચવાનો માર્ગ એ દરેક પ્રાણી માત્ર ને સુખ-શાંતિ મળે, તથા દરેક જીવોનું કલ્યાણ થાય તે માટેના કાર્યો કરતા રહીએ તેમાં રહેલો છે. દુઃખ, તકલીફ સમસ્યાઓથી ભરેલું આ જીવન આશા, આનંદ અને સુખોથી પણ અનેકગણું ભરપુર છે જીંદગીની તમામ ક્ષણોનો ઉપયોગ કરી જીવનનાં અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આપણે કદાચ કોઈક વાર સાચા લક્ષ્યને શોધી જ નથી શકતા, અને બીજા જ રસ્તાઓમાં ચાલવા લણીએ છીએ. તેથી આપણને લક્ષ્યની મંઝીલની પ્રાપ્તિ થતી નથી સંસારમાં બીજાને સુખ આપીએ જે આનંદની અનુભુતિ થાય છે તે આનંદ કોઈક પાસેથી કંઈક મેળવીને નથી થતી.
જીવનનું ધ્યેય જા ભૌતિક સુખભોગ પ્રાપ્ત કરવાનુંજ હોય, માત્ર વધારે પૈસા મેળવી સુખ-સગવડો – સતાત ભોગવવાનું હોય તો મનુષ્યનું આ ધ્યેય ક્યારેય પુરુ થતું નથી. કારણ કે, મનુષ્ય એવું પ્રાણી છે, એવો જીવન છે કે તેની પૈસાની કે ભૌતિક સુખની ભુખ ક્યારેય સંતોષાતી નથી જે મળ્યું છે તેના કરતાં વધારે ને વધારે પામવાની તેની ઈચ્છા જાગતી જ રહે છે. અને ભૌતિક સાધના- સગવડો માણવાનું લક્ષ્ય તેના અંતિમ શ્વાસ સુધી ચાલ્યા જ કરે છે.
એક વ્યÂક્તને જમીનનો ખુબ જ મોહ હતો તેને વધારેને વધારે જમીન મેળવવી હતી તે ભગવાનને રોજ પ્રાર્થના કરતો કે હે ભગવાન મને વધુમાં વધુ જમીનનો માલિક બનાવી દે. ભગવાને એક દિવસ તેની પ્રાર્થના સાંભળી અને તેને દર્શન આપ્યા અને કીધું કે આ વિશાળ જમીન પર ચાલ. તુ જેટલી જમીન પર પગ રાખીશ તેટલી જમીન તારી, તુ એ જમીનનો માલિક બની જઈશ. આ સાંભળી પેલો માણસ ખુબ જ ખુશ થઈ જાય છે અને જમીન પર દોડવા લાગે છે. તે ખુબ દોડે છે એને વધારેમાં વધારે જમીન જાઈતી હતી તેતી તે દોડ્યા જ કરે છે. અને અેં ખુબ જ દોડીને તે થાકી જાય છે. કે ત્યાં જ જમીન પર પડી જાય છે અને મૃત્યુ પામે છે. જીવનનું પણ આવું જ કંઈક છે. ભૌતિક સુખભોગ પાછળ દોડતા-દોડતા ઈચ્છાઓનો અંત થતો નથી. અને છેવટે વધુમાં વધુ મેળવવાની લાલચમાં જ્યારે તેનો ઉપયોગ કરવાનો સાચો સમય આવે ત્યારે મનુષ્યનું અÂસ્તત્વ જ રહેતું નથી.
જીવનની સાચી દિશા-લક્ષ્ય વગર બધુ જ નકામું છે. મનુષ્યને ઈશ્વરે અનેક ગણી શÂક્ત આપેલી છે. સંસારમાં ધરતી પર બીજા પશુ-પ્રાણી, જીવો જે નથી કરી શકતા તે મનુષ્ય કરી શકે છે. લક્ષ્ય વગરનું જીવન એ ભટકતા પ્રાણી જેવું છે. જે માત્ર શ્વાસ લે છે. જીંદગીને જીવતા નથી. મનુષ્યને ઘણું બધુ ઈશ્વરે આપ્યું છે. છતા પણ કંઈક ખુટતું જ હોય છે. તેના આ સ્વભાવથી આગળ જા વિચારવાનું શરુ થાય અને જે મળ્યું છે તેને વહેંચી આગળ વધવાનું નક્કી કરે તો જ તેનું નિશ્ચિત લક્ષ્ય તે મેળવી શકે છે. મનુષ્ય જીવનની અંતિમ સફર આત્મા સાથે પરમાત્માનું મિલન છે. તે માટેના અનેક પ્રયાસો તો દરેક જીવમાત્ર એ કરવાના હોય છે
આભાર – નિહારીકા રવિયા આજના યુગમાં અનેક સમસ્યાઓ વચ્ચે મનની શાંતિનો અહેસાસ થવો પણ મુશ્કેલ છે તેમાં બધુ જ પામ્યા પછી પણ જા અંતરાત્મા ને સંતોષ કે મનની શાંતી પ્રાપ્ત થતી ન હોય તો ગમે તેટલું મેળવ્યુંહોય બધું જ મેળવેલું વ્યર્થ છે.