Main Menu

જૈનાચાર્ય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજને હૃદયાંજલિ ઃ


‘ગુરુવર ! આપથી એક જ આશા…આશિષ કેરો દેજા પ્રકાશ…’
એક સંસ્કૃત સુભાષિતમાં મસ્ત કલ્પના કરાઈ છે કે તાજા ઉદય પામેલ સૂર્યના બાળકિરણો જન્મવેંત સમા દિશાના પર્વતોની ટોચ પર પોતાં સામ્રાજ્ય પાથરી દે છે. આ એમ સમજાવે છે કે જે તેજસ્વી વ્યÂક્તઓ છે એ બાળપણથી જ ઉચ્ચ લક્ષ્યો સર કરતી હોય છે. આચાર્યશ્રીની જીવનઘટના આ ઉÂક્તને સાર્થક કરે છે.
આ તીવ્ર પ્રજ્ઞાએ એમને આગળ જતાં અનેક વિદ્યાશાખાઓ પણ પ્રભુ¥વ પ્રાપ્ત કરાવ્યું, તો શા†ોનાં સૂક્ષ્મ ચિંતનમાં પણ પ્રભુવ¥વ પ્રાપ્ત કરાવ્યું. હવે જાઈએ શા†પંÂક્તનાં ચિંતનનો એક પ્રસંગ ઃ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે એમનાં ‘યોગશા†’ ગ્રંથમાં જૈન શ્રમણોની ‘ભાષાસમિતિ’ માટેના શ્લોકમાં લખ્યું છે કે ‘‘શ્રમણો જે નિષ્પાય, સર્વહિતકર, પ્રિય, મર્યાદિત વચન બોલે તે ભાષાસમિતિ કહેવાય’’ મૂલશ્લોકમાં ‘મિત ભાષણ’ શબ્દપ્રયોગ કરીને પ્રિય સિવાયના અન્ય તમારા વિશેષણોને નપુંસકલિંગ અપાયું છે. જ્યારે ‘પ્રિય’ વિશેષણને હાલના પ્રચલિત પાઠમાં †લિંગ અપાયું છે. એથી એ ‘ભાષાસમિતિ’ જાડાઈ જાય છે. આચાર્યશ્રીનું ચિંતન એ હતું કે ‘પ્રિય’ શબ્દને નપુંસકલિંગ હોય અને એ ‘મિત્રભાષણ’ શબ્દના વિશેષરૂપે હોય એ વધુ યોગ્ય છે. રચનાના ઉત્તરવર્તી કાળમાં આમાં ફેરફાર થયો હોય એ સંભવન છે.
સામાન્ય રીતે એવું બનતું હોય છે કે પ્રચલિત શ્લોકો-પાઠોમાં વિદ્વાનોની બુદ્ધિ પણ પ્રવાહમાં વહેતા તણખલાની જેમ વહેલી હોય છે અને તુલનાત્મક વિચાર નથી કરી શકતી. આચાર્યશ્રી પ્રચલિત શ્લોકમાં પણ આ તુલનાત્મક વિચારણા કરી શકતા હતા એ એમનાં ચિંતનની – પ્રજ્ઞાની વિશેષતા હતી…
(૨) પ્રતિભા ઃ સાગરમાં ઉઠતાં મોજાંની જેમ નવા નવા કલ્પનાતરંગો – નવા નવા ઉન્મેષો જે પ્રજ્ઞામાં સ્વતઃ પ્રગટે એ પ્રજ્ઞાને કહેવાય છે પ્રતિભા. જે આ પ્રતિભાના સ્વામી હોય એ સ્વયંસ્ફૂર્ત કલ્પનાઓ એવી સચોટ કરી શકે કે જે બેમિસાલ હોય. આચાર્યશ્રીનાં જીવનમાં એવા પ્રસંગો ઘણા મળે છે જે એમની પ્રતિભાનો પરિચય કરાવે. એક – બે પ્રસંગો એ અંગેના નિહાળીએ ઃ
જૈન ધર્મમાં રાત્રિભોજનને મોટું પાપ મનાયું હોવાથી થોડા વર્ષો પૂર્વે મુંબઈના માટુંગા જૈન સંઘે વિશાળ ફલક પર રાત્રિભોજનનિષેધનું અભિયાન ચલાવ્યું હતું. અનેક ધુરંધર જૈનાચાર્યોની નિશ્રામાં એની મહાસભા યોજાઈ હતતી. કેટલાક આધુનિક વિચારના લોકો એમ દલીલ કરતા હતા ‘પહેલાના યુગમાં આજના જેવી લાઈટવ્યવસ્થા ન હતી, માત્ર દીવા વગેરેના પ્રકાશ હતા. એથી જીવહિંસાની દ્રષ્ટિએ રાત્રિભોજન નિષેધ એ યુગમાં બરાબર હો. હવે તો દિવસ જેવો પ્રકાશ ‘લાઈટ’ દ્વારા મળે છે. માટે રાત્રિભોજનનિષેધ ન હોવો જાઈએ.’ પૂજ્યશ્રીએ એમનાં પ્રવચનમાં આ દલીલને લક્ષ્યમાં રાખીને બહુ મૌલિક વિધાન કર્યું કે ઃ કેવલીભગવંતો સર્વજ્ઞ હોવાથી ‘ક્ય રાત્રિભોજન કરતા ન હતા. એ જ દર્શાવે છે કે આધુનિક વ્યવસ્થામાં કોઈને સ્પષ્ટ ખ્યાલ આવી જતો દેખાય તો ય રાત્રિભોજન ન જ થાય. કેવલી ભગવંતો કરતા સ્પષ્ટ ખ્યાલ આપણને નથી જ નથી. વસ્તુતઃ પ્રભુઆજ્ઞાભંગનો મોટો દોષ રાત્રિભોજનમાં લાગે, માટ ેપણ એનો ત્યાગ કરોવ જ જાઈએ એમ કેવલીભગવંતોની પ્રવૃત્તિ કહે છે. આ ઉપરાંત લાઈટનાં પોતાનાં કારણએ જીવહિંસાદ દોષો સર્જાય છે એ અલગ !!’’ એમની આ મૌલિક દલીલ સાંભળીને ત્યાં ઉપÂસ્થત સાગર સમુદાયના પ્રબુદ્ધ વક્તા યુવામુન આનંદચંદ્રસાગરજીએ એમને કહ્યું કે ‘‘આટલી મૌલિક અને અકાટ્‌ય દલીલ મેં પ્રથમ વાર સાંભળી છે.’’
હજુ એક ઓર પ્રસંગ. અમે બહુ નાની વયના હતા ત્યારે એક વાર વિહારમાં ખોટા માર્ગ ચડી ગયા હતા. ખૂબ ફરીને કાંટા-કાંકરાના માર્ગે માંડ માંડ મુકામે પહોંચ્યા ત્યારે અમારાથી બોલી જવાયું કે ‘હેરાન થઈ ગયા આજે તો.’’ શ્રમણજીવન તો કષ્ટો દ્વારા કર્મ ખપાવવા માટે છે. આ વાતનો ખ્યાલ આપવા પૂજ્યશ્રીએ અમને કહ્યુંઃ ‘‘આવું ન બોલાય. આજે કર્મનિર્જરા થઈ છે એમ બોલાય.’’ સ્પષ્ટતાઃ આ સંસ્કરણ માટેની સૂચના હતી. કિંતુ એ ન સમજી શકેલો એક દલીલઘેલા શ્રમણે તરત મજાક કરી ઃ ‘‘અરે ! એ નિર્જરા તો અકામ (ઈચ્છઆ વિનાની) જ ને ? તમે ક્યાં સ્વેચ્છાએ કાંટાળા માર્ગે ગયા હતા ?’’ અમને આ દલીલ સાચી લાગી. ત્યાં જ પૂજ્યશ્રીએ પેલા શ્રમણને જારદાર ફટકો માર્યો ઃ ‘‘અમને અકામ યા સકામ, બેમાથી કોઈ નિર્જરા થઈ છે. પરંતુ તમને તો બેમાંથી એક ય નથી થઈ એનું શું ?’’ પેલા શ્રમણે ચૂપકદી પકડી લીધી…બંને પ્રસંગોમાં દેખાતો મૌલિક દલીલોનો ધારદાર ઉન્મેષ પૂજ્યશ્રીની પ્રતિભાને આભારી હતો…
(૩) પ્રવચનશÂક્ત ઃ સદ્‌ગુરુ જ્ઞાનની અંજશલાકા દ્વારા સાધકની
આભાર – નિહારીકા રવિયા દ્રષ્ટમાં જે ઉઘાડ લાવે છે એ મુખ્યતયા પ્રવચન-વાચનાને આભારી હોય છે. એમનાં વર્ષોમાં આચાર્યશ્રી પ્રવચનાદિમાં એવું કૌશલ્ય ધરાવતા હતા કે કોઈ પણ સમયે – તત્કાળ કહેવામાં આવે તો ય તેઓ તરત કલાકો સુધી એક પ્રવચન આપે. ખૂબી ખરી એ હતી કે તેઓ પ્રવચન માટે કદી નોટ રાખતા ન હતા કે મુદ્દાઓ ય ટપકાવતા ન હતા. માત્ર વર્ષો સુધી એક ચિત્તે શ્રમણ કરેલ ધર્મસૂરીશ્વજીદાદાનાં પ્રવચનોનાં કારણે તેઓ આ કમાલ કરી શકતા હતા. એમની આ અદ્‌ભુત સજ્જતાનો એક પ્રસંગે જાઈએ ઃ
ઈ.સ.૧૯૮૪નું ચાતુર્માસ. ઘાટકોપર સંઘમાં પૂજ્યશ્રી હતા. ત્યાં દિવસ ઉપરાંત રાત્રિપ્રવચનની માંગ આવતાં એનું આયોજન થયું. ત્યાંના એક શ્રાવક અભ્યાસી અને થોડીક સાધુને ચકાસવાની વૃત્તિવાળા હતા. પહેલા જ રાત્રિપ્રવચનપ્રારંભે એ બધા વચ્ચે બોલાયા ઃ ‘‘સાહેબજી ! ક્યાં વિષય પર પ્રવચન કરશો ?’’ એમનો સૂર સમજી ગયેલ પૂજ્યશ્રીએ બેધકડ કહ્યું ઃ ‘‘તમે કહો તે વિષય પર.’’ પેલો શ્રાવક કહે ઃ ‘‘એમ? તો ફરમાવો ‘કિં તત્તં’ પર.’’ અને… આચાર્યશ્રીને ત¥વ શું એ વિષય પર અસ્ખલિત સવા કલાક તાÂ¥વક પ્રવચન આપ્યું. પ્રવચન બાદ પેલા શ્રાવકે કહ્યું કે ‘‘મે તો પરીક્ષા ખાતર કહ્યું હતું. પણ તમે આવી સરસ રજૂઆત કરશો એની મને કલ્પના ન હતી. મને ખૂબ નવું જાણવા મળ્યું આમાંથી !!’
(૪) પ્રભાવકતા ઃ પ્રબળ પુણ્યાઈનાં કારણે પાંગરેલી પ્રભાવક શÂક્તઓનાં કારણે તેઓએ અનેકાનેક સંઘોમાં મોક્ષમાર્ગની સાધનામાં સહાયક જિનાલયો – ઉપાશ્રયો આદિની હારમાળા સર્જી હતી. સંયમના પ્રારંભિક ચોત્રીશ વર્ષોમાં તેઓએ પોતાની તમામ શÂક્તઓ ગુરુદેવ ધર્મસૂરીશ્વરજીદાદાની સેંકડો શાસનપ્રભાવનામાં સંપૂર્ણ સમર્પિત કરી દીધી હતી, તો તે પછીના વર્ષોમાં તેઓએ સ્વતંત્ર શાસનપ્રભાવનાઓની હારમાળા સર્જી હતી. એક્યાશી જિનાલય – ઉપાશ્રયોનાં નિર્માણ, અઠ્યોતેર પ્રતિષ્ઠાઓ, વીશ અંજનશલાકાઓ, એકવીશ ઉપધાન તપ મહાઆરાધના – પંદર પદયાત્રાસંઘો – અનેકાનેક દીક્ષામહોત્સવોઃ આ તેમની શાસનપ્રભાવનાઓનો આંકડાકીય આલેખ છે. તેમાં રૂ.તેર ક્રોડના ખર્ચે કરાવેલ જન્મભૂમિ દર્શાવતી તીર્થનો ઉદ્વાર, રૂ.પાંત્રીશ ક્રોડના ખર્ચે કરાવેલ ધર્મધામનાગેશ્વરતીર્થ સ્થાપના વિશેષ ઉલ્લેખનીય છે. આ સિવાય અનેક પુણ્યાત્માના જીવનમાં વ્યÂક્તગત આરાધનાપ્રેરણાદિ દ્વારા ધર્મબીજ વાવેતરરૂપ શાસનપ્રભાવના અલગ…
એક નોંધપાત્ર બાબત આમાં એ છે કે તેમની શાસનપ્રભાવનાઓ માત્ર ને માત્ર આત્મશુદ્ધિજન્ય પુણ્યાઈને આધારિત હતી. મંત્ર-તંત્ર કે જ્યોતિષ જેવી કોઈ જ વાતને એમનાં જીવનમાં કદાપિ સ્થાન ન હતું.
(૫) પરમ ગુરૂકૃપા ઃ સૂર્યના ઉદયનું તમામ શ્રેય જા પૂર્વદિશાને જાય છે, તો આચાર્યશ્રીની સર્વ વિશેષતાઓનું શ્રેય ધર્મસૂરીશ્વરજીદાદાની અનરાધાર વરસતી કૃપાને જતું હતું. આ કાળમાં કલ્પી ન શકાય તેવી મન-વચન-કાયાની અજાડ સમર્પિતતા દ્વારા તેઓએ યુગદિવાકર ગુરુદેવને હૈયે વસાવ્યા તો હતા જ, કિંતુ એથી આગળ વધીને તેઓ ખુદ ગુરુદેવના હૈયે વસ્યા હતા. એથી જ જીવનનાં અંતિમ વર્ષે ધર્મસૂરીશ્વરજીદાદા સ્વયં, આ અજિતચંદ્રસૂરીશ્વરજી સમક્ષ બોલ્યા હતા કે ‘‘સૂર્યોદયવિજયજી વિના મને ન ચાલે. મારી બધી કાર્યવાહી એ જ સાંભળે છે. માટે હું એમને ચાતુર્માસ માટે ક્યાંય અલગ ન મોકલું.’’
આ ગુરુકૃપાએ પૂજ્યશ્રીને એમના જીવનકાળમાં તો ખરો જ, પરંતુ કાળધર્મ બાદ પણ વિશિષ્ટ પરચો બતાવ્યો અને ધર્મસૂરીશ્વરજીદાદા જેવી ત્રણ સમાનતા પૂજ્યશ્રીમાં ય સર્જાઈ ઃ (૧) ધર્મસૂરીશ્વરજીદાદાની પાલખીયાત્રા તે કાળે સૌથી દીર્ધ હતી. તો પૂજ્યશ્રીની પાલખીયાત્રા આ કાળે ૨૯ કિલોમીટરની સૌથી દીર્ધ પગપાળા સર્જાઈ. (૨) ધર્મસૂરીશ્વરજી દાદાની અંતિમ સમાધિ મુંબઈના મધ્યવર્તી ચેમ્બુરતીર્થે થઈ, તો પૂજ્યશ્રની અંતિમ સમાધી મુંબઈના સૌથી મોટા બાવનજિનાલયતીર્થે તઈ. (૩) એમને ધર્મસૂરીશ્વરજીદાદાની સેવા અખંડ આડત્રીશ વર્ષ મળી, તો અમને એમની સેવા અખંડ આડત્રીશ વર્ષ મળી !! એકાવન જૈન સંઘોમાં ગુરુમંદિર ઘોષણા, હજુ અનેક સ્થળે થનાર મહોત્સવો, તપાગચ્છાધિપતિ પૂ.પ્રેમ સૂ.મ. – પૂ.પદ્મસાગર સૂ.મ. – ગચ્છાધિપતિ પૂ.જયઘોષ સૂ.મ. – પૂ.દોલતસાગર સૂ.મ. – પૂ.અભયદેવ સૂ.મ. – પૂ.પુણ્યપાલ સૂ.મ. આદિ ચાલીશ અગ્રણી આચાર્યોના પત્રો વગેરે એમની અમાપ લોકપ્રિયતાનાં પ્રતિક છે. અને એ સર્વનો મૂલાધાર પરમ ગુરુકૃપા જ છે….
પૂ.ગુરુદેવને અંતરની અંજલિ અર્પતા અંતે એ જ કહીશું કે ‘‘ગુરુદેવ ! આપથી એક જ આશા…આશિષ કેરો દે જા પ્રકાશ…’’