Main Menu

હું આ વાત તમને કહું છું;


સ્વજન ગણીને, કોઈને કહેશો નહિં.
તમે જે છો એનાથી વધારે બતાડવાનો પ્રયત્ન ન કરો. તમે જે છો તે જ બતાવો. લોકો મને શું કહેશે ? લોકો શું વિચારશે ? એ ન વિચારો. લોકોએ શું વિચારવું જાઈએ એ પણ જા હું જ વિચારીશ તો એ લોકો શું કરશે ? એમને જે વિચારવું હોય તે વિચારવા દો. આ ખોટા ભયને તમે ઈગ્નોર કરો. જેમ અપમાનિત થયેલ મહેમાન પાછા ઘરે નથી આવતા, તેમ આ ભય પાછો તમારી પાસે આવશે નહીં.
આવા ખોટા ભયથી ગભરાશો નહિં, પણ..નમ્ર બનીને લોકોના અભિપ્રાય સાંભળવા કાન ખુલ્લા રાખો. જા કોઈ તમારા ગુણગાન કરે તો વિચારજા કે ગુણાનુવાદ તો મૃત્યુ પછી પ્રાર્થનાસભામાં કરાય છે (પ્રાર્થના સભામાં ક્યારેય વ્યÂક્ત માટે ખરાબ ન બોલાય) મારે આ નથી સાંભળવું. ફૂલાઈ ન જતા, નહીંતર તમારી હાલત ફૂલણજી કાગડા જેવી થશે.
અને જા તેમાં ખરાબી-દોષો સંભળાય તો તેને સુધારવા માટે પ્રયત્ન કરજા. વિચારજા કે, ‘આ લોકો મને ખરાબ નથી કહેતા. મારા જીવનનું પ્રુફરિડીંગ કરીને, તેમાં રહેલી ભૂલો સુધારીને, મને જગતમાં વિશ્વસનીય અને આદરણીય બનાવી રહ્યા છે.’
પણ, ‘તારું દોઢ-દહાપણ તારી પાસે રહેવા દે. તું કેવો છે તે બધી મને ખબર છે, તારું લેક્ચર બીજાને આપજે. તારો ઉપદેશ તારી પાસે રાખ.’ આવું બોલીને ખોટી માથાકૂટમાં સમય બગાડશો નહીં. કારણ કે આવી ભાંજગડથી અને ભાષાથી કંકાસનું, ઝઘડાનું વાવેતર થાય છે.
આ વાવેતરથી આર્તધ્યાન (ગુસ્સામાં આવતો ખરાબ વિચારો) અને રૌદ્રધ્યાન (અત્યંત હીન કક્ષાના હિંસાદિના વિચારો)ના ફળ મળે છે. તો શા માટે કલેશ-કંકાસનું વાવેતર કરવું. ?
તમે નિખાલસતાથી તમારી ભૂલ સ્વીકારી લેશો. તો તમે તમારા આત્મવિશ્વાસને કદી ગુમાવશો નહિં. કદાચ લોકોમાં તમારા પ્રત્યે દુર્ભાવ કે અવિશ્વાસ પેદા થયો હશે તો ફરીથી તમારા પ્રત્યે સદ્‌ભાવ અને વિશ્વાસ પ્રગટશે.
એક વ્યÂક્ત ગુરુકુળમાં અભ્યાસ કરી પંડિત બન્યો. પોતે ખૂબ ભણીને આવ્યો છે તેવું બધાને બતાવવા લાગ્યો. પોતે શહેરના બધા પંડિતજીઓ કરતાં આગળ છે, એવી છાપ બધા પર પાડી.
આ પંડિતજી ઘરે ટી.વી. લાવ્યા. ફ્રીજ લાવ્યા. લોકોમાં બતાવ્યું હતું કે ‘હું બહુ ત્યાગી’ પણ ઈમ્પ્રેશન એમને નડીં. લોકો કહેવા લાગ્યા ઃ ‘આ પંડિતના ઘરે ફ્રીજ…અને ટીવી…!!!
લોકો ટીકાટીપ્પણ કરવા લાગ્યા. પોતે ઉભી કરેલી ઈન્પ્રેશન પોતાને જ ડંખના તેઓ માનસિક રીતે ભાંગી પડ્યાં.
એટલા બધા તૂટી ગયા કે પંડિતજી તરીકેનો વ્યવસાય બંધ કરી, હવે કોઈને ત્યાં સામાન્ય નોકરી કરવાનો પાકો વિચાર કરી લીધો. પણ સારું થયું કે કોઈ સદ્‌ગુરુએ સમયસર બચાવી લીધા અને સમજાવ્યા કે ‘આ જમાનામાં પંડિતજી બનવું એ તો નસીબની વાત છે. બાકી, આ જમાનામાં કોઈ વ્યÂક્તને ૮-૧૦ વર્ષનો અભ્યાસ કરી પંડિતજી બનવાનું મન કેવી રીતે થાય ?’
તમે જે નથી તે દેખાડવા માટે પ્રયત્ન કરો છો, ત્યારે તાણ અનુભવવી પડે છે.
તમે છો એના તેના કરતા વધારે બતાવવાથી આ પરિÂસ્થતિ સર્જાઈ જાય છે. તમે છો એના કરતાં વધારે દેખાડવાથી, ઈમ્પ્રેશન લોકોમાં પાડવાનો પ્રયત્ન કરશો, તો તમને લોકો દંભી, જૂઠા ને લબાડ ગણીને તમારી કિંમત ઘટાડી દેશે. તમારી ઈજ્જત ધૂળના ભાવે વેચાવા લાગે, ત્યાર અપયશનું અસહ્ય દુઃખ માથે આવી પડશે. તમારું મન દુઃખી થશે. માનસિક રીતે તમે ભાંગી પડશો. કવચિત્‌ કોઈ આત્મહત્યા કરવા સુધી દોરાઈ જશે. તમે તમારો આત્મવિશ્વાસ ખોઈ બેસશો.
તમારા જીવનનો દોર તમારા હાથમાં જ નહીં હોય. જિંદગીની બાજી હાથમાંથી છટકી ગઈ હશે, તે વખતે આવેશને આધીન બની જઈને ન કરવાના કૃત્ય તમારા હાથે થવાથી શક્યતા પૂરેપૂરી છે.
માટે મારું કહેવું છે ઃ તમે જે છો તેને છુપાવશો નહીં. ઃ
એક વાર ગુરુજીની કોઈ નોટ હું વાંચી રહ્યો હતો. તેમાં આ લખાણ હતું. મને બહું ગમ્યું તમે પણ સાંભળો ઃ
‘ફૂલહાર લઈને અભિનંદવા ગયા અમેરિકા ભાઈ
માન્યુ હતું ત્યાં એની કિંમત હશે સવાઈ
પરંતુ ત્યાં કરે ખુરશી-ટેબલની સફાઈ
ભારતમાં સૂટ-બુટ પહેરીને બતાવે પોતાની બડાઈ
મારે ત્યાં તો ઘી-કેળા બદામ-પિસ્તા દૂધ મલાઈ
લોકો તેની વાત હોંશે હોશે સાંભળી પામે નવાઈ
ગાલ રાખે લાલ ટમેટા જેવા, ગાલ પર તમાચો મારી
કાયા કષ્ટ સહે ઘણી છતાં, ન છૂટે તેના માયા અમેરિકાની…’
કદાચ માની લો કે તમારું પુણ્ય પરકાષ્ટાએ હોય ત્યારે તમારી જાત જેવી છે તેવી ખુલ્લી ન પડે. પણ દંભ તમને સફળતા, અપાવે તમારું જુઠાણું તમને સફળતામાં સહાય કરે એટલાથી માનશો નહીં કે હું લોકોના
આભાર – નિહારીકા રવિયા હૈયામાં સદ્‌ભાવપૂર્વક પ્રવેશી રહ્યો છું.
ભૂતકાળ તપાસો તો ખરા ! ઘણા એવા મહારથીઓ, રાજકારણીઓ થઈ ગયા, જ્યારે તેમનો પુણ્યોદય હતો, ત્યારે એ ધારતા એ પ્રમાણે જ કરતા, ભલભલાના હાંજા ગગડાવી નાંખતા, તેમના નામથી ભલભલાના કાળજા પંખીની માફક ફફડી ઉડતા.
પણ પુણ્ય પરવારતાં આજે તેવાઓનો અસ્ત થયો,અને બિચારા બની ગયા. તે પોતે આજે ફફડવા લાગ્યા. જે હતા, એનાથી વધારે બતાવવાની આદતે તેમના દંભને અને કૌભાંડને ઉઘાડા પાડી દીધા. તેમના કરેલા કાળા કામોના ફળ તેમને ચાખવા મળ્યાં. હાથના કર્યા હૈયે વાગ્યા.
માટે જ કહું છું ઃ જે તમે છો તેનાથી વધારે દેખાડવાનો પ્રયત્ન કરશો નહિં. તમે છો, તેવા દેખાડવામાં નાના બની જવાતું નથી કે તમારી મોટાઈ પણ ઘટતી નથી. આપણી થયેલ ભૂલો બતાવનારને ઉપકારી માની લો, પછી જાઈ લો; તમારા પ્રત્યે લોકોના હૈયામાં કેવા ભાગો જાગે છે.
મારો પોતાનો જ અનુભવ કહું ઃ મારી દીક્ષા ખૂબ નાની ઉંમરે થઈ. નાદાનિયતથી અજાણતા કે અણઆવડતથી ઘણીવાર ભૂલો કરી બેસતો, ત્યારે ગુરુજી ભૂલો સુધારવા ઠપકો આપતા, તે વખતે હું ઘણીવાર રિએક્ટ પણ કરતો. સામું પણ બોલતો. (આજે હું મારી ભૂલોને સ્વીકારું છું) ઉપકારી ગુરુદેવને પણ કાંઈ ગણતો નહિ અને ત્યાં સુધી જીવનમાં કોઈ જ ફેરફાર ન થયો.
પણ જે દિવસથી મારી ભૂલોનો મને અહેસાસ થયો. હું ખોટો છું…ગુરુજી જ સાચા છે; મારાથી સામું ન બોલાય, આ વિચારો દ્રઢ તથાં જીવનનો તખ્તો બદલાયો. જીવનશૈલી બદલાઈ. પૂરેપુરો હું જ બદલાઈ ગયો. પછી તો ગુરુજીએ અને ભૂલોએ જે શીખવાડ્યું છે, તે દુનિયાની કોઈ સ્કુલ કે યુનિવર્સિટીમાં પણ શીખવા ન મળે તેવું હતું.
જેની ભાષા લોકોમાં અપ્રિય હતી, જેનો સ્વભાવ એવો હતો કે પાસે આવનાર વ્યÂક્તને ન ગમે પણ ગુરુજીએ ભૂલો બતાવી, ભાષા એવી તો મીઠી કરી આપી કે આજે મારો અવાજ ન સંભળાય તો કોઈને ન ગમે, સ્વભાવ એવો સરસ બનાવી આપ્યો કે કોઈ પાસે આવીને બેસે તો પણ તેને ગમે.
ફૂલ એ ઈચ્છતું નથી કે મારી પાસે આવે સૌ
છતાં એલિ તેની પાસે ગુંજારવ કરતો દોડી આવે છે.
તમારા સારા કામથી લોકો તમારો ભૂતકાળ ભૂલી જાય છે, માટે તમારી જૂની પડેલી ઈમ્પ્રેસન ફરી પાછી ન આવી જાય, માટે ઘણી ચીવટ રાખવાની છે. તો લોકો તમારાથી થયેલ ભૂલોને ભૂલી જશે તમને માફી આપી દેશે અને તમારી ઈજ્જત સવાઈ કરીને તમારો આદર કરવા લાગી જશે.
લોકોના અભિપ્રાય ઉપર ધ્યાન આપવું જાઈએ. ‘લોકો બોલ્યા કરે’ આવી ઉપેક્ષા ન કરો. લોકો બોલતા હશે તો કાંઈ હશે, તો બોલતા હશે ને ? બીજા માટે નહીંને તમારા માટે જ કેમ બોલે છે ?
સાપનું બચ્ચું (કણિયો) ભલે નાનું રહ્યું પણ જ્યારે મોટું થશે, તો સાપ બનશે. ત્યારે તે ભયંકર ખતરનાક લાગશે. તેમ તમારા માટે લોકોમાં બંધાઈ ગયેલો નાનો પણ ખરાબ અભિપ્રાય, તે તમારા માટે કાલે ભયંકર ખતરનાક સાબિત થાય છે.
છેલ્લે ફરી એક વાર ઃ તમે કેવા છો ? તમે જાતે તપાસો. અન્યમાં શું છે કે શું નથી, તેની પંચાતમાં ન પડો.
પહેલા પોતે સુધરો, પછી બીજાને સુધારવાની વાત કરજા. જેને સુધરતાં નથી આવડતું, તેને બીજાને સુધારવાનો કોઈ હક નથી. ‘તિન્નાણં તારયાણં’ પ્રભુ પહેલાં પોતે તર્યા, પછી બીજાને તાર્યા. જે પોતાને સુધારવા આળસુનો પીર હશે ત, બીજાને શું સુધારી શકવાનો છે ?
તમારું, મારું અને સૌનું જીવન સુખપૂર્ણ જીવાય અને આપણું જીવન લોકો માટે આદર્શ બને, એ જ શુભેચ્છા !