Main Menu

સ્વાર્થી બનો

‘સ્વાર્થી બનો’ આ શબ્દો વાંચીને આશ્ચર્ય થશે. ‘સ્વાર્થ’ શબ્દનો એક અર્થ ‘આત્માર્થ’ છે. સ્વ=આત્મા(પોતે) અર્થ=માટે, કાજે, સ્વ+અર્થ=સ્વાર્થ.
આત્મા માટે કરાય તે ઃ સ્વાર્થ, હું ‘સ્વાર્થ’ને ક્યારેય ખરાબ નથી ગણતો. ધર્મનો અર્થ જ ‘સ્વાર્થ’ છે. કારણ કે ધર્મ હંમેશા પોતાના આત્માનું કલ્યાણ કરવાનું શીખવાડે છે. ધર્મ કહે છે. ‘તું પહેલા તારા આત્માનું કલ્યાણ કર, પછી જગતનું કલ્યાણક કરજે.’
જેને સ્વાર્થ જ નથી સાધ્યો, તે પરાર્થ કેવી રીતે સાધશે ? બીજાના અંધકારમય જીવનમાં ધર્મનો પ્રકાશ નાંખતા પહેલા એ પવિત્ર પ્રકાશને પોતાના જીવનમાં નિમંત્રણ તો આપ.
એક વાત હંમેશા યાદ રાખો ઃ ‘આગ લાગે ત્યારે પહેલા પોતના ઘરે સંભાળવાનું હોય, પછી જ બીજાના ઘરની આગને બુઝવવાની હોય’ આને તમે સ્વાર્થ ભલે કહેતા હો. પણ તે કબૂલ છે. સર્વમાન્ય છે. જરૂર પણ છે.
જે માણસને ધર્મન મળતા સુખન ખબર જ નથી, જ્યારે એ માણસ જબરજસ્તીથી બીજા પર ધર્મને થોપવા લાગે છે ત્યારે સ્ફોટક Âસ્થતિ ઉત્પન્ન થાય છે.
અહીં દરેક માણસ બીજાને સુખી કરવા પાછળ લાગ્યો છે, પણ તે પોતે સુખી છે ખરો ?
જેનો સ્વાદ તમે ચાખ્યો નથી તે બીજા પાસે વ્યક્ત કેવી રીતે કરશો ? તે બીજાને કહેશો કેવી રીતે ?
સુખ નહીં મળે, જ્યા સુધી સ્વની સાથે પોતાનું મિલન નહીં થાય. જીવન ફોગટ જશે. એકદમ કોરું. જેમાં ક્યારેય વરસાદ નથી પડ્યો, જ્યાં ઃ ક્યાંય વરસાદ નથી પડ્યો, જ્યાં ક્યારેય અંકુરા નથી ફુટ્યા. હરિયાળી વિનાનું બની ગયું છે.
જગતની ચિંતા છોડી દે હે આત્મન્‌ ! તુ તારું ઘર સંભાળ પાડોશીની આગમાં આપણું અડગું છેહ…