Main Menu

પાલીતાણા પાવક વન બન્યું વેરાન

• રોપા વાવ્યા વીના સુકાય ગયા • વડાપ્રધાનનું સ્વપ્ન રોયાળું
પાલીતાણા : તીર્થનગરી પાલીતાણા ગરાજીયા રોડ પર આવેલ પાવક વનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી(હાલના વડાપ્રધાન) શ્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તે વર્ષ ૨૦૧૦માં થયું હતું. રાજ્ય સરકારે જીલ્લાનો પ્રથમ પાવક વન પાલીતાણાને મળ્યો જેમાં ર૪ તીર્થંકર ભગવાન ઉપરથી ૨૪ અષૌધીઓ જે દુલર્ભ ગણાય તેવી વનસ્પતિ વાવી હતી. તથા અલગ અલગ વન ઉભો કરેલ. પરંતુ હાલ વેરાન બની ચૂક્યું છે. સંપૂર્ણ રીતે જાળવણીનો અભાવ વર્તાય છે. ત્યાં અસંખ્ય વૃક્ષો વાવીયા વિનાના રોપા પડી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ બનેલ જાળવણી પાછળ પણ સરકાર લાખો રૂપિયા વર્ષે ખર્ચે છે. હાલ યાત્રાળુને બદલે ફક્ત બાળકોને રમત ગમતના સાધનનો ઉપયોગ થાય છે. તેમજ નવદંપતિ ફોટો ફેશનનો ઉપયોગ કરે છે. સ્ટાફનો અભાવ પણ જાવા મળે છે. મોટાભાગના કિંમતી ઔષધી નાશ પામી ગયેલ છે. જેમના નામના બોર્ડ છે તેની જગ્યાએ અલગ પ્રકારનું વૃક્ષ વનસ્પતિ જાવા મળે છે. સરકારે જગ્યાની પસંદગી પણ ખોટી કરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આજુબાજુનામાં દેશીદારૂ અને નજીકમાં મચ્છી માર્કેટ હોવાથી યાત્રીકો કે સજ્જન પરીવાર ત્યાં જતું નથી. આ આખરે કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાનું સાબિત થાય છે !