Main Menu

પાલીતાણામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


સોગંદનામા માટે મામલતદાર કચેરીના ધક્કા ખાતા લોકો
પાલીતાણા,
આજે પાલીતાણામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ત્રણ વોર્ડનો સમાવેશ થાય છે. પરંતુ તંત્રની અણ આવડતનો એક વધુ કિસ્સો બહાર આવ્યો. જેમાં લઘુમતી સર્ટીફીકેટ બાબત નગરપાલિકાનો આવકનો દાખલો માન્ય નથી તેમ કહીને નવુ ફોર્મ આપે તેની વિગત ભરી મામલતદાર કચેરી જઇને સોગંદનામુ કરાવવાનુ કહેતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળેલ. આથી તંત્રના અધિકારી અને કર્મચારી વચ્ચે તાલમેલ ન હોવાનું જાણવા મળેલ છે. શું ખરેખર આ સેવા સેતુ છે કે પ્રજાની મશ્કરી ? તેમ લોકોમાં ચચર્યિ રહ્યુ છે.



(Next News) »