Main Menu

ચિંતન વિરૂદ્ધ ચિંતા


ચિંતન અને ચિંતા બંને વ ચિાર કરવાના જ પ્રકાર છે. વિચાર જ્યારે શાંત અને સાચા માર્ગેટ (રાઈટ વે)થી થતો હોય તે ચિંતન. અને વિચાર જ્યારે પોતાનો માર્ગ છોડી ઉંધે રવાડે (રોંગ વે) ચઢી જાય તે ચિંતા.)
ચિંતન હંમેશા પ્રશ્નોનું નિરાકરણ લાવે, જ્યારે ચિંતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે નવા પ્રશ્નો ઉભા કરે. ચિંતન મનને શાંત કરે. ચિંતા મનને અશાંત કરે. આમ જાઈએ તો ચિંતન શાંત મને જ થાય; જ્યારે ચિંતા મનને અશાંત કર્યા વગર રહેતી નથી.
ચિંતાને અંગ્રેજી ભાષામાં ‘ટેન્શન’ કહેવાય. ટેન્શન શબ્દ પોતે કહે છે કે જ્યારે માણસ ચિંતામાં હોય, ત્યારે તેની Âસ્થત કેવી હોય ? ટેન – દશ, સન – પુત્ર. દશ છોકરાનો ભાર એટલે ચિંતા.
આટલો બધો ચિંતાનો પ્રભાવ હોય તો માણસ ‘આઉટ ઓફ કંન્ટ્રોલ’ થાય જ ને ! ચિંતન નવુ શિખડાવે. ચિંતા શિખેલું બધું ભુલાવે, ચિંતન સરળ બનાવે. ચિંતા વક્ર બનાવે. જ્યારો કઈ અતિશય ચિંતામાં હોય અને કોઈ કાંઈ કહે, તો સમજે જ નહીં…ચિંતા એને બ્લેન્ક જ કરી દે. સમજણ વગરનો બનાવી દે છે. ચિંતામાં જ્યારે વ્યÂક્ત આંટા મારતો હોય તો માઈલો ચાલી નાંખે. ચિંતન જિંદગીનો સારો રાહ બતાવે. ચિંતા રાહ ભુલાવીને ભટકાવી દે.
ચિંતનના ફાયદા અનેક હોય છે. એક વાર શ્રી પાર્શ્વપદ્માવતી ધર્મધામમાં રહેવાનું બન્યું. ત્યાં સમયની અનુકૂળતા ઘણી હોય. બપોરનો સમય ભગવાનના માટે રીઝર્વ કર્યો હતો. બપોરે પ્યારા પ્રભુનો જાપ કરી ભોયરામાં સરસ્વતી માતા પાસે આવ્યો.
જાપ કરવાનું મન થયું. ત્યાં બેસી ગયો. કલાક જેટલો સમય વીત્યા બાદ સરસ્વતી માતા કંઈ કહેતા હોય તો આભાસ થયો.
આભાસમાં એવું કહે હોય તેવું લાગ્યું ઃ ‘તારે ભણવું છે ને ? તારે કંઈ જાણવું છે ને ? તારે શાસન માટે કાંઈ કરવું છે ને ! તો એક કામ કર ?
સહજતાથી મારા મને જવાબ આપ્યો ઃ ‘મા ! આપ જે કહો તે સ્વીકરાવા તૈયાર છું.’ મા એવું કહી રહ્યા હતા ઃ ‘તું મારી પ્રતિમાને જાઈને જે બોધ મળે તે સ્વીકારી લે, તો તારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે.’ આ સાથે જે આભાસ થયો હતો તે પૂર્ણ થયો.’
મારી નજર માના હાથ પર પડી. બધાને બે હાથ હોય. માજીને ચાર હાથ ! ત્યાં તો મારી નજર વીણા ઉપર ચડી. ચાર હાથ ભલે હોય, પણ જીવનમાં બે ઉપયોગિતા મુખ્ય છે. એક હાથે વીણા પકડી હતી. બીજા હાથે વીણા વગાડી રહ્યા હતા. હાથની આ મુદ્રાએ સરસ વાત કહી કે, ‘જીવનમાં એક કળા જરુર શીખજે અને એ કળા જ તારો શોખ. આ શોખ બીજા પર આધારિત ન હોય. ધારો કે કોઈને મૂવી જાવાનો શોખ તો તે થિયેટર કે ટી.વી. આધારે (ડિપેન્ડ) હોય. કોઈને નવું નવું ખાવાનો શોખ હોય તો તેને ડોટેલ કે લારીના આધારે રહેવું પડે. જ્યારે વીણાની કળા (શોખ) હોય જ્યારે મરજી પડે વગાડી શકાય. ગાવાનો શોખ હોય તેને જ્યારે પણ મન થાય,ગમે ત્યાં હોય પણ ભગવાનના ગીત, સ્તવન ગાઈ શકાય.
બીજા હાથે વીણાને પકડી રાખી હતી એ જણાવતી કે તું તારી કળાને તારા શોખમાં પકડી રાખજે, નહીંતર આ કળા તારા હાથથી છટકી જશે.
ત્રીજા હાથમાં માળા હતી. તે કહેતી હતી ‘માતા પોતે શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી છે, છતાં પણ પ્રભુનામ કદી ભુલતી નથી. તું ગમે તેવો મોટો થાય તો પણ પ્રભુને ભૂલતો નહીં.’
ચોથા હાથમાં આગમ ગ્રંથો હતા, એ કહેતા માતા જે પણ કરે આગમની સાક્ષીએ કરજે. જેથી કરીને ભૂલ કે જિનાજ્ઞા વિરુદ્ધ વર્તન ન થાય. આપણે પણ જા પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવીએ તો જીવનમાં ક્યાંય ભૂલા ન પડીએ કે ઉચ્છ્રંખલ ન બનીએ.
ત્યાં મારી નજર પગ પાસે નીચે બેસેલા હંસ ઉપર પડી. એ હંસ રાજહંસ હતો. એની ડોક નમ્રતાથી નમેલી હતી. એ જણાવતી હતી કે, નમે તે સૌને ગમે, તું જીવનમાં નમતો રહેજે. ક્યાંય અક્કડ બનતો નહિં. અક્કડતા તો મડદાથી ઓળખાણ છે. એમાં પણ વડીલની સામે તો નમ્ર જ રહેજે. ભલે તું સાચો હોય.
હંસ હંમેશા મોતીનો આહાર કરે છે. તેમ જીવનમાં હંમેશા સારું જ સ્વીકારજે. હંસ ક્ષીર અને નીરને છૂટા પાડી દે ને ક્ષીર(દૂધ) જ ગ્રહણ કરે, તેમ ‘તું તારા જીવનમાં સારા અને ખરાબ (ખોટા)નો ભેદ પાડી સારાને જ ગ્રહણ કરજે. ખરાબને છોડી દેજે.’
ત્યાં હંસની બાજુમાં જ માતાની સાડીનો છેડો હતો. સાડી શ્વેત વર્ણની હતી. સફેદ એકદમ સ્વચ્છ, લીલા નાળીયેરની મલાઈ જેવી. લીસી રેસમની સાડી, બિલ્કુલ ડાઘ વિનાની. તે કહી રહી હતી કે જીવનના ચારિત્રરૂપી કપડા પર ક્યારેય ડાઘ ન લગાડતો. તારુ જીવન એકદમ સ્વચ્છ, નિર્મળ અને ચમકદાર બનાવજે, એ જ તારી શોભા છે.’
અચાનક મારી નજર માના મુખ ઉપર પડી. સદા હસતું
આભાર – નિહારીકા રવિયા એ મુખ કહેતું હતું.ઃ ‘તું જિંદગીના ગમે તે પ્રસંગમાં મુખ પર હાસ્ય રાખજે. તારી તકલીફ, તારી મુસીબતો તને કાંઈ જ કરી નહીં શકે. તારું કાંઈ બગાડી નહિ શકે.’
જા આટલું ત¥વજ્ઞાન જીવનમાં અપનાવીશ, તો તારી તમામ ઈચ્છાઓ, તારી તમામ ભાવનાઓને પરિપૂર્ણ કરવાની જવાબદારી મારી છે…
મારી રોમરાજી વિકસિત થઈ ગઈ. હું ખુશ ખુશ થઈ ગયો. મારા આનંદનો કોઈ પાર ન હતો. અંતરમાં આભારની લાગણી હતી, તે આભારને વ્યક્ત કરવો કોઈ શબ્દો જડતા ન હતા. જિંદગીમાં પહેલીવાર સરસ્વતી માની સ્તુતિ બોલવા લાગ્યો. સહજપણે, બેખબર…
દેજે દેજે અબુધ શિશુને, તું જ સદ્‌બુદ્ધિ દેજે.
રહેજે રહેજે મુજ પર સદા, તું પ્રસન્ન રહેજે…
મારી ઉપર મા પ્રસન્ન થયા હોય તેવું લાગ્યું, ત્યારેથી હું ચિંતાની જગ્યાએ ચિંતન કરવા લાગ્યો, ચિંતા ચિતા સમાન હોય છે, ચિંતા મડદાને બાળે છે. માટે ચિંતા છોડીએ. ચિંતનને અપનાવીએ અને જીવનને સુખી બનાવીએ.
ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ઔર વાન
ચિંતા બડી અભાગિણી, ચિંતા ચિંતા સમાન.