Main Menu

‘‘ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગુ પાય ? બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય’’


ગુરુ શબ્દ જેટલો જાણીતો એટલો જ ગહન અને ગંભીર પણ છે. ગુરુ એટલે શું ? માત્ર ગુરુ નામ જે યુતિથી બનેલું છે એ જ જાઈએ તો એનો અર્થ સમજાય છે કે ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ આ સંસ્કૃત શબ્દ ગુરુનો અર્થ જ અંધકારમાંથી પ્રકાશમાં દોરી જનાર એ ગુરુ આપણને અંધકાર રુપી અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જનાર જા કોઈ શÂક્ત હોય તો એ ગુરુ છે. ગુરુ મહિમાની તો જેટલી વાતો લખીએ એટલી ઓછી છે વિવેકાનંદ પણ ક્હુયં છે કે ‘જા કોઈ ગ્રંથ ન વાંચે તો પણ માત્ર ગુરુકૃપા હોય તો પણ શિષ્ય પંડિત થઈ શકે.
તેથી જ ગુરુમાં સંપૂર્ણ વિશ્વાસ કરવો એ જ સાચી સાધના છે. જ્યારે ગુરુકૃપા પ્રાપ્ત થાય છે ત્યારે અનંત આનંદની સરવાણી વહે છે અને જગતના બંધનો, દુગુર્ણોથી મુક્ત થવાય છે. ગુરુભÂક્તએ સૌથી શ્રેષ્ઠ છે. અને ગુરુભÂક્તને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે. ગુરુરૂપી પ્રસાદી જેના ભાગ્યમાં એણે ઈશ્વર પાસેથી કંઈ જ માંગવાની જરુર રહેતી નથી. એટલે કે ગુરુકૃપા થાય ત્યારે જીવ કલ્યાણ થાય છે.
ગુરુ એટલે સરળ નિર્મળ અને શુધ્ધ સતત વહેતુપ જ્ઞાનનું ઝરણું, કૃપાનું ઝરણું, ઝરણું ન કહેતા એક આંખે આખો દરિયો. પણ ખૂબ મીઠો અને શીતળ જેમાં કંઈ કેટલાય ભક્તો, શિષ્યોને આ સંસારરુપી સાગરમાંથી પાર ઉતારે. અને આવા ગુરુ ન મળે ત્યાં સુધી મનુષ્ય સાચા ગુરુની શોધ કરતો રહે છે. જ્યાં સુધી સત્ય નિર્મમળ અને શુદ્ધ જ્ઞાન ન મળે ત્યાં સુધી મનુષ્યની શોધ અટકતી નથી.
સાચા ગુરુ પોતા અનુયાયીને સત્કર્મના માર્ગે લઈ જતા કડવી વાત કહેવી પડે તો પણ કહે છે પરંતુ એ પોતાના શિષ્યને કે અનુયાયી ને કલ્યાણ તરફ લઈ જાય છે. અને આપણે ત્યાં કહેવત છે તે કે ‘‘કડવી દવા માં જ પાય’’ અને આજ ગુરુજી પણ કરે છે. પહેલા પોતે આચરણ કરે અને ત્યારબાદ એ પોતાના અનુયાયી કે બીજાને કહે આનુ એક સરળ ઉદાહરણ એક ગામમાં એક મહાત્માજી વિહાર કરતા કરતા પહોંચે છે. ગામના લોકો એમને મળે છે સસ્તંગ કરે છે. ધીમે ધીમે લોકો પોતાની સમસ્યાઓ, મુંઝવણો વગેરેના સમાધાન પણ મેળવવા એમની પાસે જાય છે. એક વખત એક †ી પોતાના બાળકને લઈને આ ગુરુજી પાસે જાય છે અને કહે છે કે મારું આ બાળક ગોળ વધુ ખાય છે તો હે ગુરુજી તમે એને સમજાવો તો એ માની જાય. ગુરુજી થોડુ વિચારી પછી કહે છે કે તમે થોડા દિવસ પછી આવજા. થોડા દિવસ પછી પેલી †ી ફરીથી એ મહાત્માજી પાસે જાય છે.
આ વખતે એ મહાત્માજી પેલા બાળકને પોતાના ખોળામાં બેસાડી પ્રેમથી સમજાવે છે કે બેટા અતિ ગોળ ન ખાવો જાઈએ અને કોઈપણ વસ્તુની અતિ ન હોવી જાઈએ. આ જાઈને પેલા બાળકની માતાને આશ્ચર્ય થયું કે આજવાત મહાત્માજી એ પહેલા કેમ ન કહી મને ફરીથી આવવા શા માટે જણાવ્યું. એણે પોતાની આ મુંઝવણ પેલા મહાત્માજી સમક્ષ રજૂ કરી કે હું ગુરુજી જા તમે આજ વાત મારા બાળકને પહેલા સમજાવી હોય તો મારે ફરી આવવાની જરુર જ ન્હોતી તમે આમ શા માટે કર્યું ? ત્યારે પેલા ગુરુજીએ જવાબ આપ્યો કે તમે જ્યારે પહેલા આવ્યા ત્યારે હું પોતે ગોળ ખાતો હતો. મારા ભોજનમાં ગોળનો સમાવેશ થતો હતો. તેથી પહેલા મે ગોળનો ત્યાગ કર્યો. હવે હું આ બાળકને કહી શકું. આ છે ગુરુની વૃત્ત પહેલા પોતે આચરણ કરે અને ત્યારબાદ એ અનુયાયીને કે બીજાને આચરણમાં મુકાવે. અને કલ્યાણ તરફ લઈ જાય.
સાચા ગુરુને પામવા માટે શિષ્યએ પણ યોગ્ય બનવું પડે છે. જા તે યોગ્ય હશે તો જ ગુરુની સાચી ઓળખ એને થશે. અને તો જ ગુરુકૃપા પ્રાપ્ત થશે. પણ જા શિષ્ય પોતાના ગુણ દોષ ન જાઈ શકતો હોય અથવા દુગુર્ણઓ ન છોડી શકતો હોય તો એ સાચો શિષ્ય નથી અને આવા શિષ્યકે અનુયાયીને ગુરુકૃપા પ્રાપ્ત થતી નથી. એ વિચારે કે એને ગુરૂકૃપા નથી મળતી પણ ક્યાંથી મળે ? તારી અંદર રહેલા ગુણ દોષ જા, એ બંધનો કે દુગુર્ણો જે અંદર છે એનો ત્યાગ કરવાની તૈયારી બતાવ એનો ત્યાગ કર અને એની શરૂઆત થતા જ ગુરુકૃપાની શરૂઆત આપોઆપ થઈ જશે. એ કૃપા આપણા સુધી પહોંચી શકશે.
ગુરૂ એટલે અનમોલ ખજાનો એમાંથી એ હંમેશા બધાને એ ખજાનો આપતા જ રહે છે. જ્ઞાનરૂપી, કલ્યાણરૂપી અને એથીય વધુ ઈશ્વરકૃપા સુધી, પરંતુ ઘણા એ પામીને પણ સમજી નથી શકતા અને જે સમજી જાય છે. તેનુ કલ્યાણ નિશ્ચિત છે. એ ઉત્તમ શિષ્ય બને છે. એનુ ભાગ્ય ખુલે છે. જેને ગુરુકૃપા પ્રાપ્ત થાય છે. આવા સાચા ગુરૂ ઓછા હોય છે અને બાકી માત્ર ઉપદેશક હોય છે. એ અનેક હોય શકે પણ
આભાર – નિહારીકા રવિયા જીવનું કલ્યાણ કરે સંસારરૂપી સાગર પાર ઉતારે એવા ગુરુ એ જ સાચા ગુરુ આવા ગુરુની આજ્ઞાનું પાલન કરી ઈશ્વરની આરાધના કે આજ્ઞાનું પાલન આપોઆપ થઈ જતું હોય છે. ગુરૂકૃપા મળી એટલે ઈશ્વર કૃપા મળી એટલે જ આપણે ગુરૂજીને ગુરૂદેવ કહી એ છીએ. જેમાં ઈશ્વરનું સાયુજય સમાજેલું છે.
‘‘તારી મહિમાનું વર્ણન હું કેવી રીતે કરું ?
વર્ણન તારું લખું તો આ કાગળ નાનુ પડે.’’
‘‘ગુરુ એક તેજ હું’’ જીસકે આતે હી
સારે સંસાર કે અંધકાર ખતમ હો જાતે હૈ..
ગુરુ વો મૃંદગ હૈ જીસકે બજતે હી.
‘સાહેમ્‌ નાદ કી ઝલક મિલતી હૈ
ગુરુ વો જ્ઞાન કે જીસકે મિલતે હી,
પાંચ તત્વ એક હોય જાતે હે.
ગુરુ વો દિક્ષા હે જા સહી માયને મે,
મિલતી હે તો પાર હો જાતે હૈ.
ગુરુ વો નહી હે જા નિરંતર
હમારે પ્રાણ સે બહતી હૈ
ગુરુ વો સત્ત ચિત્ત આનંદ હે જા હમે,
હમારી પહચાન દેતા હૈ,
ગુરુ આપણને આપણી પોતાની ઓળખ કરાવે. સ્વ. મેળવી ઈશ્વરની મુલાકાત કરાવે. આવા ગુરુને સત્‌ સત્‌ નમન