Main Menu

સકારાત્મક અને નકારાત્મક વિચારોનું પ્રભાવ


એક વણિક અને એક મોચી એક જ ગામમાં રહેતા હતા. ગામડેથી શહેરમાં ખરીદી કરવા માટ ેજાય. રવિવારે બજાર ભારય અટલે વણીક ઘી ખરીદી અને મોચી ચામડું ખરીદે. માર્ગમાં અર્ધે રસ્તે એક ડોશીની ઝુંડપી હતી. વૃક્ષની શીતલ છાળામાં આવેલી આ ઝુંડપી વટે માર્ગૂઓ માટે વિશ્રામનું સ્થળ હતું. થાક્યો પાક્યો માણસ અહીં પોરો ખાય. વણિક અને મોચી ખરીદી કરવા માટે નિકળયાં ઝુંડપી ખાતે વિશ્રામ માટે રોકાયા. બંનેને ભાતુ ખાવા માટે ડોશીએ વ્યવસ્થા કરી આપી. વણિકને ઝુંપડીની અંદર ગાદી પર બેસાડ્યો અને મોચીને ઝુંડપીની બહાર આંગણામાં જગ્યા મળી. ભાડુ ખાઈને બંને જણ ગુજરીના સ્થળે ઉપડ્યાં. બંને જણ જાઈતી ખરીદી કરી લીધી અને પાછા ઘર તરફ અને પાછા ડોશીની ઝુંડપી ખાતે ભાતુ ખાવા રોકાયા. ડોશીએ આ વખતે મોચીને ઝુંડપીની અંદર ગાદી પર બેસાડ્યો અને વણિકને ઝુંડપીની બહાર આંગણામાં જગ્યા આપી. વણિકને નવાઈ લાગી એને થયું ડોશીમાંની કંઈ ભુલ થતી લાગે છે એટલે તેણે કહ્યું ઃ માજી હું વણિક છું. ઉપ વર્ણ છું. માજીએ કહ્યું કે આ દુનિયામાં કોઈ ઉપ કે કોઈ નીચ નથી. જેની ભાવના ઉંચી તે ઉંચો અને જેની ભાવના નીચી તે નીચો. મેં તમારી બંનેની ભાવના મુજબ સ્થાન આપ્યું છે.
તમે ખરીદી કરવા જતા હતા ત્યારે વણિકને ઘી ખરીદવું હતું તેણે વિચાર્યું કે આ વખતે ખુબ દુઝાણા હોય ઢોર ઢાંખર મર્યા ન હોય તો સારૂં. ઘી સસ્તુ મળે. અને મોચીને ચામડું ખરીદવું હતું એટલે તેણે વિચાર્યું કે આ વખતે ઝાઝા ઢોર ઢાંખર મર્યા હોય તો સારૂ. ચામડું સસ્તે મળે. જતી વખતે વણિકની ભાવના સારી હતી એટલે તેને ઝુંડપીની અંદર ગાદી પર બેસાડ્યો હતો. અને મોચીને ઝુંડપીની બહાર આંગણામાં. પરંતુ તમે ખરીદી કરીને આવ્યા ત્યારે તમારી ભાવના બદલાઈ ગઈ. વણિકને થયું કે હવે દુઝાણા ઢોર ઓછા થાય તો સારું. ઘી મોંઘુ થાય અને સારો એવો નફો મળે અને મોચીને થયું કે હવે ઢોર ન મરે તો સારું. જેથી ચામડું મોઘું થાય અને થોડા પૈસા વધુ મળે. આમ આવતી વખતે વણિકની ભાવના મારવાની થઈ એટલે એને બહાર આંગણામાં બેસાડવામાં આવ્યો. અને મોચીની ભાવના જીવાડવાની એટલે એનેં અંદર ગાદી પર બેસાડવામાં આવ્યો. તમારી બંનેની વૃત્તિ તો સ્વાર્થી જ હતી પરંતુ મેં તમારી ભાવના મુજબ તમને સ્થાન આપ્યું છે.
શુભ ચિંતનથી શુભ સર્જાય છે. (pર્જૈંvી ંરૈહૌહખ્ત ઙ્મીટ્ઠઙ્ઘજ ંર્ ર્ખ્તર્ઙ્ઘ કિેંજ) અને અશુભ ચિંતનથી અશુભ (હીખ્તટ્ઠૈંvી ંરૈહૌખ્તહ ઙ્મીટ્ઠઙ્ઘજ ંર્ ીvૈઙ્મ ઙ્ઘીઙ્ઘજ) જેવું આપણે કરીએ જેવા ભાવો રાખીએ તેવું ફળ મળે. સારા ભાવો જીવનનું નવસર્જન કરે છે. અને મલિન ભાવોથી જીવન નષ્ટ થતું જાય છે. શરીર શુદ્ધિ જેમ જરુરી છે તેમ વિચાર શુદ્ધિ અને ભાવશુદ્ધિ પણ અત્યંત મહ¥વની છે. શરીર અને વિચાર કરતાંય ભાવનું અધિકતમ મહ¥વ છે. દિલમાં જેવો ભાવ ઉભો થાય છે એવા વિચારો આવે છે. જીવનની ક્રિયાઓમાં જા ભાવ ઉમેરાય તો તે – તે ક્રિયાઓ અદ્‌ભુત ફળ આપી શકે છે. ભાવ વિચારો કરતા વધુ બળવતર છે.